બીસીસીઆઇનું સંચાલન જોઇ રહેલી પ્રશાસકોની સમિતી (COA)એ ઓક્ટોબર 2017થી સપ્ટેમ્બર 2018 સુધી એન્યુઅલ પ્લેયર્સ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. જેમાં ક્રિકેટર્સ માટે ચાર ગ્રેડ બનાવતા તેમને મળનારી એન્યુઅલ ફી જણાવી હતી.
- બીસીસીઆઇના નવા કોન્ટ્રાક્ટ અનુસાર ક્રિકેટર્સને ગ્રેડ માટે એક નવી કેટેગરી એ+ પણ બનાવી છે. જેમાં સામેલ ક્રિકેટર્સને સૌથી વધુ વધુ ફી મળશે. આ પ્લેયર્સને વાર્ષિક 7-7 કરોડ
રૂપિયા આપવામાં આવશે.
- નવી બનાવેલ કેટેગરી એ+ ગ્રેડમાં સામેલ પ્લેયર્સને 5 કરોડ, ગ્રેડ બીમાં સામેલ પ્લેયર્સને 3 કરોડ અને ગ્રેડ સીના ખેલાડીઓને 1 કરોડ રૂપિયા વાર્ષિક રિટેનિંગ ફી આપવામાં આવશે.
- નવી બનાવેલ કેટેગરી એ+ ગ્રેડમાં સામેલ પ્લેયર્સને 5 કરોડ, ગ્રેડ બીમાં સામેલ પ્લેયર્સને 3 કરોડ અને ગ્રેડ સીના ખેલાડીઓને 1 કરોડ રૂપિયા વાર્ષિક રિટેનિંગ ફી આપવામાં આવશે.
ધવનને થયો સૌથી વધુ ફાયદો
- બીસીસીઆઇની જારી કેન્દ્રીય અનુબંધની નવી યાદીમાં જો કોઇને સૌથી વધુ ફાયદો થયો છે તો તે ભારતનો ઓપનર બેટ્સમેન શિખર ધવન છે. ધવનને ગત વખતે 50 લાખ રૂપિયા
સેલેરી મળી હતી. આ વખતે ધવનને નવી કેટેગરી એ પ્લસમાં રાખવામાં આવ્યો છે, તેને સેલેરી તરીકે 7 કરોડ રૂપિયા મળશે. ધવનની એક વર્ષમાં કમાણી 1300 ટકા વધી જશે.
ફીમાં થયો બે ગણો વધારો
- નવા કોન્ટ્રાક્ટમાં ક્રિકેટર્સની રિટેનિંગ ફીમાં બે ગણો વધારો કરવામાં આવ્યો છે. ગત કોન્ટ્રાક્ટમાં જ્યાં ગ્રેડ-એમાં સામેલ ક્રિકેટર્સને 2-2 કરોડ રૂપિયા મળતા હતા જ્યારે નવા ગ્રેડમાં તેમને 5-5 કરોડ રૂપિયા મળશે.
- ગ્રેડ-બીમાં સામેલ ક્રિકેટર્સની રિટેનિંગ ફી 1 કરોડથી વધારીને 3 કરોડ રૂપિયા કરવામાં આવી છે. જ્યારે ગ્રેડ-સીમાં સામેલ ક્રિકેટર્સને હવે 50 લાખ રૂપિયાની જગ્યાએ 1 કરોડ રૂપિયા મળશે.
LIKE | SHARE | COMMENT
ReplyDelete